Teaching Assistant Recruitment: કોમ્યુટર, સંગીત સહિતના વિષયો માટે 7500 શિક્ષકો માટે બમ્પર ભરતી, જુઓ શું કહીંયુ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એ

Teaching Assistant Recruitment: શિક્ષણ સહાયક ભરતી: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા રાજ્ય સરકાર શાળાઓમાં શિક્ષકની ખાલી જગ્યાઓ પૂરી કરવાનો ઈરાદો ધરાવે છે.

Teaching Assistant Recruitment: જેથી  થોડા દિવસો અગાઉ સરકારી સ્કૂલોમાં કમ્પ્યુટર વિષયના શિક્ષકોની ભરતી માટે ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકારી સફાળું જાગી ગયું છે અને ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 જેટલા શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત શાળા મંડળની માંગણી અનુસાર સાક્ષરી વિષયોની સાથે વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવશે.

Teaching Assistant Recruitment: ભરતીમાં સમાવેશ થયેલા વિષયોમાં સાક્ષરી વિષયો ઉપરાંત વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે. આ ભરતી માટે શાળા મંડળો દ્વારા ભલામણ કરવામાં આવેલી લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને આ ભરતી વિશે માહિતી આપી છે.

Teaching Assistant Recruitment
Teaching Assistant Recruitment

24,700થી વધુ શિક્ષકોની ભરતી માટે કેલેન્‍ડર જાહેર । Teaching Assistant Recruitment

રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો હતો. શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્‍ડરના સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આચાર્યની ભરતી માટે સંભવિત ભરતીની તારીખ

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્ત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. આ સંદર્ભમાં કહ્યું તેમણે હતું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર,

  • ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા
  • ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની 01/08/2024 રહેશે.

આ પણ વાંચો, Sabarmati University Recruitment: પ્રોફેસરથી લઈને લેબ આસીસ્ટન્ટ સુધીની નોકરી મેળવવાની સુવર્ણ તક, છેલ્લી તારીખ:16-08-2024

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે સંભવિત ભરતીની તારીખ

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ

  • સરકારી ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ સહાયક માટે 750
  • ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે
  • તેની સંભવિત જાહેરાતની 01/09/2024 રહેશે.

માધ્યમિક શિક્ષણ સહાયક સંભવિત ભરતીની તારીખ

આ ઉપરાંત સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે.

  • સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા
  • ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.

TET-2 પાસ ઉમેદવારો માટે સંભવિત ભરતીની તારીખ

સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે.

  • સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.

TET-1 પાસ ઉમેદવારો માટે સંભવિત ભરતીની તારીખ

આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Teaching Assistant Recruitment સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment