Nag Pancham Vrat Vidhi and Vrat Katha: નાગપંચમી: શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે.
Nag Pancham Vrat Vidhi and Vrat Katha: નાગપંચમી: આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાંપને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીએ પણ નાગપંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે.
Nag Pancham Vrat Vidhi and Vrat Katha: નાગપંચમી: નાગપંચમી આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, સાંપ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનુ વિશેષ મહત્વ છે. આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે.
Nag Pancham Vrat Vidhi and Vrat Katha: નાગપંચમી: એવુ કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આ જ વિચાર જન માણસ પર વધુ શ્રધ્ધાવત બનીને નાગની પૂજાને બાધ્ય કરે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે, અને એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે આથી પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે.
વ્રતની વિધિ
- શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત કરવમાં આવે છે.
- આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠી નાહી-ધોઈ પાણિયારાં પર નાગનું ચિત્ર દોરી, ઘીનો દીવો કરી પૂજા કરવી.
- ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેધ ધરાવવું અને એકટાણું કરવું.
- એમાં આગલા દિવસે પલાળેલા મઠ, મગ, બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય.
- આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે.
- નાગદેવતાની કૃપાથી ધન-ધાન્યનો ભંડાર અખૂટ રહે છે.
નાગપંચમીના દિવસે શું કરશો ? । Nag Pancham Vrat Vidhi and Vrat Katha
- આ દિવસે નાગદેવનું દર્શન અવશ્ય કરવું જોઈએ.
- નાગદેવના નિવાસસ્થાન ની પૂજા કરવી જોઈએ.
- નાગદેવતાને દૂધ પણ પીવડાવવું જોઈએ.
- નાગદેવની સુગંધિત ફૂલ તેમજ ચંદનથી જ પૂજા કરવી જોઈએ, કારણકે નાગદેવ સુગંધ પ્રિય છે.
- ॐ कुरुकुल्ये हुं फट् સ્વાહા નો જાપ કરવાથી સર્પ વિષદૂર થાય છે
નાગપંચમીની રોચક કથાઓ
નાગપંચમી કથા – 1
કોઈ એક રાજ્યમાં એક ખેડૂત રહેતો હતો. ખેડૂતને બે છોકરા અને એક છોકરી હતી. એક દિવસે હળ ચલાવતાં સમયે હળથી ત્રણ સાંપના બચ્ચાં કચડાઈને મરી ગયા. નાગણ પહેલાં તો સંતાપ કરતી રહી પછી તેણે પોતાના બાળકોના હત્યારા જોડે બદલો લેવાનું નક્કી કર્યુ. રાત્રિના અંધકારમાં નાગણે ખેડૂત, તેની પત્ની બે બાળકોને કરડી લીધુ.
બીજા દિવસે સવારે ખેડૂતની પુત્રીને કરડવાના ઈરાદે નાગણ ફરી ચાલી નીકળી તો ખેડૂત પુત્રીએ તેની સામે દૂધથી ભરેલો વાડકો મુકી દીધો અને હાથ જોડીને ક્ષમા માંગી લીધી. નાગિન પ્રસન્ન થઈ ગઈ અને તેના માતા પિતા અને ભાઈઓને ફરી જીવીત કરી દીધા. તે દિવસે શ્રાવણ શુક્લ પંચમી હતી. ત્યારથી અત્યાર સુધી નાગના ગુસ્સાથી બચવા માટે આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે.
નાગપંચમી કથા -2
કોઈ રાજ્યમાં રાજા-રાણી રહેતા હતા. રાણી ગર્ભવતી હતી. તેણે જંગલી કારેલા ખાવાની ઈચ્છા રજૂ કરી. રાજાને જંગલમાં કારેલા દેખાયા. તેણે તે તોડીને થેલીમાં ભરી લીધી. તેટલામાં નાગદેવતા ત્યાં આવી પહોચ્યાં અને બોલ્યા કે મને પૂછ્યા વગર કેમ તોડી લીધા ? તો રાજાએ હાથ જોડીને કહ્યુ કે મારી પત્ની ગર્ભવતી છે અને તેને આ ખાવી હતી. મને અહીં દેખાયા તો મેં તોડી લીધા. મને ખબર હોત કે આ તમારા છે તો હું જરુર પૂછી લેત. હવે મને ક્ષમા કરો.
નાગદેવતા બોલ્યા – હું તમારી વાતો માં નહી આવુ. આ કારેલાને અહીં મુકી દો અથવા તો તમારી પહેલી સંતાન મને આપી દેજો. રાજા કારેલા ઘરે લઈ આવ્યો અને પોતાની પ્રથમ સંતાન આપવાની વાત પણ કરી આવ્યો. રાણીને તેણે બધી વાત કરી છતાં રાણીએ કારેલા ખાવાની ઈચ્છા ન છોડી.
થોડા સમય પછી એક રાણીએ એક પુત્રી અને પુત્રને જન્મ આપ્યો. નાગને ખબર પડી તો તે પહેલી સંતાન માંગવા લાગ્યો. રાજા કદી કહેતાં મુંડન પછી તો કદી કહેતા કાન છેદયા પછી લઈ જજો. છેવટે રાજાએ કહ્યું કે લગ્ન પછી લઈ જજો. નાગ પહેલા તો રાજાની વાતો માનતો રહ્યો, પણ જ્યારે રાજાએ લગ્ન પછી લઈ જવાની વાત કરી તો નાગે વિચાર કર્યો કે લગ્ન પછી તો કન્યા પર પિતાનો અધિકાર રહેતો નથી. તેથી કોઈ બીજું બહાનું બનાવીને છોકરીને લગ્ન પહેલાં જ લઈ જવી પડશે.
એક દિવસે રાજા પોતાની પુત્રીને તળાવ પર નહાવા માટે લઈ ગયો. તળાવના કિનારે એક સુંદર કમળનું ફુલ હતુ. રાજાની પુત્રી ફૂલ તોડવા આગળ વધી તો કમળનું ફૂલ પણ આગળ વધ્યું ફૂલની સાથે-સાથે છોકરી પણ આગળ વધતી ગઈ. જ્યારે રાજાની પુત્રી ઉંડાણમાં ડૂબી ગઈ ત્યારે નાગે રાજાને કહ્યું કે હુ તમારી છોકરીને લઈ જઉં છું આ સાંભળી રાજા મૂર્છિત થઈ ગયો. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે માથું પછાડી-પછાડીને મરી ગયો.
રાજાના મૃત્યુના સમાચાર અને પુત્રીને નાગ લઈ ગયો છે તેવી ખબર પડતાં રાણી પણ તેમના વિયોગમાં મરી ગઈ. છોકરો એકલો છે જોઈને સગાં-સંબંધીઓએ રાજપાટ છીનવી લીધું અને તેને ભિખારી બનાવી દીધો.
તે ઘેર-ઘેર ફરીને ભીખ માંગતો, અને પોતાનું દુ:ખ સૌને કહેતો, એક દિવસે જ્યારે તે નાગદેવતાની ઘેર ભીખ માંગવા ગયો તો બહેનને તેનો અવાજ સંભળાયો. તેને અવાજ જાણીતો લાગ્યો. તેણે બહાર આવીને જોયું અને પોતાના ભાઈને ઓળખી લીધો. પ્રેમથી તેને અંદર બોલાવી લીધો. બંને પ્રેમથી ત્યાં રહેવા લાગ્યા.
નાગપંચમી કથા -3
એક રાજાને સાત પુત્ર હતા. બધાના લગ્ન થઈ ગયા હતા. બધાને બાળકો પણ થઈ ગયા હતા. સૌથી નાના પુત્રને કોઈ બાળક હજુ સુધી કોઈ બાળક નહોતું. તેની પત્નીને જેઠાણીઓ વાંઝણ કહીને બોલાવતી.
એક તો સંતાન ન હોવાનું દુ:ખ અને ઉપરથી મહેણાં તેને વધુ દુ:ખી કરવા માંડ્યા. જ્યારે તે દુ:ખી થઈને રડતી તો તેનો પતિ તેને સમજાવતો કે ‘સંતાન થવા ન થવા એ તો ભાગ્યનો ખેલ છે તો પછી તુ કેમ દુ:ખી થાય છે ? તે કહેતી – “સાંભળતા નથી બધાં મને વાંઝણ કહીને બોલાવે છે. પતિ બોલ્યો – ‘દુનિયા બકે છે તો બકવા દે. હું તો કશું નથી
કહેતો ને ? તુ ફક્ત મારા તરફ ધ્યાન આપ. અને દુ:ખને છોડીને ખુશ રહે. પતિની વાત સાંભળી તેને થોડી વાર માટે સાંત્વના મળતી પણ ફરી કોઈને કોઈ મહેણાં મારતું અને તે રડવા બેસી જતી.
આ રીતે એક દિવસે નાગપંચમીઆવી ગઈ. ચોથની રાત્રે તેને એક રાતે સપનામાં પાંચ નાગ દેખાયા. તેમાંથી એક બોલ્યો – અરે દીકરી, કાલે નાગપંચમી છે, જો તુ અમારી પૂજા કરીશ તો તને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. આ સાંભળી તે ઉઠીને બેસી ગઈ અને પતિને જગાવીને સપના વિશે વાત કરી. પતિએ કહ્યું – કે એમાં શું છે, પાંચ નાગ દેખાયા છે તો પાંચ નાગની આકૃતિ બનાવીને તેમની પૂજા કરી લેજે. નાગ ઠંડુ દૂધ જ પસંદ કરે છે (નાગપંચમી) તેથી તેમને કાચા દૂધથી જ પ્રસન્ન કરજે. બીજા દિવસે તેણે તે પ્રમાણે જ કર્યુ અને નાગની પૂજા કરવાથી તેને નવ મહિના પછી સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ.
નાગપંચમી કથા -4
પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદૂષી અને સુશીલ હતી. પરંતુ તેને ભાઈ નહોતો. એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાંપ નીકળ્યો જેને મોટી વહું મારવા માંડી.
નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી – તેને ન મારતાં તે તો નિર્દોષ છે. આથી મોટી વહુ એ તેને ન માર્યો. નાગ પણ બાજુ પર ખસી ગયો. નાની વહુએ સાંપને કહ્યુ કે ‘ અમે હમાણાં જ પાછા ફરી રહ્યા છે, તમે અહીંથી જશો નહી.’ આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી. અને પછી તો તે ઘરના કામકાજમાં સાંપને આપેલું વચન પણ ભૂલી ગઈ.
તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી. અને સાંપને ત્યાં જ બેસેલો જોઈને બોલી – સાંપ ભાઈ પ્રણામ.સાંપ બોલ્યો ‘ તે મને ભાઈ કહ્યુ છે તેથી જવા દઉ છુ નહી તો ખોટી વાત કરવા માટે હું તને હમાણાં જ ડંખ મારી દેતો. તે બોલી – ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાંપ બોલ્યો – સારું આજથી તુ મારી બહેન છે, અને હુ તારો ભાઈ છુ, તને જે માંગવું હોય તે માંગી લે. તે બોલી ભાઈ મારુ કોઈ નથી, સારું થયુ કે તમે મારા ભાઈ બની ગયા.
થોડાક દિવસો વિત્યા પછી સાંપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે – મારી બહેનને મોકલી આપો. બધાએ કહ્યું કે ‘ આનો તો કોઈ ભાઈ નથી. તો તે બોલ્યો – હું તેનો દૂરનો ભાઈ છુ. બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેણે રસ્તામાં કહ્યુ કે હું તે જ સાંપ છું, એટલે તુ ગભરાઈશ નહી. જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેઁણે સાંપના કહ્યા પ્રમાણે કર્યુ અને થોડીવારમાં જ તેઓ સાંપના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન-ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ.
એક દિવસે સાંપની માતાએ તેને કહ્યુ – હું એક કામથી બહાર જઈ રહી છું, તુ તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધુ. જેનાથી સાંપનું મોં બળી ગયું. સાંપની માતાને ગુસ્સો આવ્યો. પણ સાંપે તેમણે ચૂપ રહેવાનું કહ્યુ. પછી તેને બહું બધું સોનુ, ચાંદી, હીરા- ઝવેરાત આપીને સાસરિયે વળાવવામાં આવી.
આટલું ધન જોઈને મોટી વહુંને ઈર્ષા આવી તે બોલી – ભાઈ તો ખૂબ ધનવાન છે, તારે તો બીજુ વધુ ધન લેવું જોઈએ. સાંપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું. આ જોઈને તે ફરી બોલી આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે સાંપે સાવરણી પણ સોનાની લાવી આપી.
સાંપે નાની વહુને હીરા-મોતીનો અદ્ભૂત હાર આપ્યો હતો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી – શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી હાર લાવીને જલદી હાજર થાવ. મંત્રીએ શેઠને કહ્યુ કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લઈને મને આપો. શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો.
નાની વહુને આ સારુ ન લાગ્યું. તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાંપ તરત જ આવી ગયો. નાની વહુ એ પ્રાર્થના કરી કે – ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે, તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાંપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય. સાંપે તેવુ જ કર્યુ. જેવો રાણીએ હાર પહેર્યો કે તરતજ તે સાપ બની ગયો. આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી.
આ પણ વાંચો, Shravan Upay 2024 : શ્રાવણ મહિનામાં તમારી રાશિ પ્રમાણે જરૂરથી કરો આ ઉપાય,ભોળાનાથ થશે પ્રસન્ન
રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા. કે રાજા ન જાણે શુ કરશે ? તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુ ને પૂછ્યું – તે શુ જાદુ કર્યો છે , હું તને દંડ આપીશ. નાની વહુ બોલી – રાજાજી ધૃષ્ટતા માફ કરજો, આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા-મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે સાંપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે સાંપ બનેલો હાર આપ્યો અને કહ્યુ કે – હમણાં જ પહેરી બતાવ. જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાંપમાંથી પાછો હીરા-મોતીનો હાર બની ગયો.
આ જોઈને રાજા ધણા ખુશ થયા તેમને તે હાર તેને પાછો આપી દીધો, ઉપરાંત ધણી સોનોમહોરો પણ આપી. તે બધુ લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા – આને પૂછો કે આ આટલું ધન ક્યાંથી લાવે છે. પતિએ નાની વહુને કહ્યું – સાચુ બોલ કે તને આ ધન કોણ આપે છે ?નાની વહુએ તરતજ સાંપને યાદ કર્યો. સાંપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો – જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ.
નાની વહુનો પતિ ખુશ થઈ ગયો, તેને સાંપ ભાઈનો સત્કાર કર્યો.(નાગપંચમી) તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાંપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે.
નાગપંચમી કથા -5
એક ગામમાં એક ડોશીમા તેના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા. તેમાંથી પાંચ વહુને માતા-પિતા હતાં, પિયર હતું. પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું. આથી બધાં તેને નપિરી કહી મેણાં મારતાં હતાં. તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરતી હતી. તેને પુરતુ ખાવા પણ આપતા ન હતા.
ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી. ઘરમાં બધાએ પેટ ભરીનેખીર ખાધી. પરંતુ કોઈને નાની વહુ સાંભળી નહીં. આ દિવસોમાં તે ગર્ભવતી હતી. આથી તેને ખીર ખાવાનું મન થયું હતું. સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું. રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંઈ ના મળે. ખીરની તપેલીમાં બાઝેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું. આથી તે નિરાશ થઈ ગઈ. થતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા. તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાંતે ખાઈશ.
હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડાંમાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી ખાઈ ગઈ. તે પણ ગર્ભવતી હતી. થોડીવારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડાંમાંથી પોપડા ગાયબ હતા.
નાગણ આ બધુ ઝાપ પાછળ સંતાઈને જોતી હતી. તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે. પરંતુ તેને આશ્ચર્ય થયું આ વહું એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો.આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્યસ્વરૂપમાં દર્શન આપતાં કહ્યું, બહેન તને કંઈ વાતનું દુ:ખ છે?
જવાબમાં રાધાએ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે “મા મારા પિયરમાં કોઈ સગુ નથી. એટલે મને સૌ મેણા મારે છે. વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું?” આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા.
નાગણનું દિલ દ્રવી ઊઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે.
આ સાંભળી વહુ ખૂશ થઈ ગઈ.થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીઓ નાની વહુને મેણાં મારવા લાગી કે પિયરમાં તો કાળું કુતરુંય નથી તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય? આ સાંભળી નાની વહુ દુ:ખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે. સાસુએ નાછુટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી.
નાની વહુ ખુશ થતી થથી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી. ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતાં કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાનાં છે. તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે.
નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રર્થના કરવા લાગી. ત્યાં તો સાચેજ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એકધારું એ દિશામાં જોવા લાગ્યા. થોડીવારમાં ગાડા આંગણામાં આવી ઊભા રહ્યા. એમાંથી રૂપ રૂપના અંબાર સમા નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેમની પાછળ અન્ય ગાડાં પણ આવીને ઊભા રહ્યાં.
નાની વહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરામણીમાં સોના, રૂપા,-હીરા, માણેકના દાગીના, મોંઘા વસ્ત્ર આપી બધાને ખૂશ કરી દીધા. ખોળો ભરાય ગયા પછી નાગણે સાસુને કહ્યું, “વેવાણ મારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ”.
આ પણ વાંચો, Bread Rasgulla Recipe In Gujarati : રક્ષાબંધન પર મિનિટોમાં જ બનાવો બ્રેડના રસગુલ્લા, બધા જ પૂછસે રેસિપી
સાસુ બીચારી શું બોલે? એ તો બધું જોઈ હબકી ગયા. નાગણ નાની વહુને લઈ વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં ને મનમાં મુંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે. પણ દર આગણ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોંયરું દેખાયું. એ ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા. રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાની બહુ આશ્ચર્ય પામી.
નાગણે વહુ ને કહ્યું કે “તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈપીને હિંડોળા પર ઝૂલવાનું છે. હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર-બપોર-સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે”.
નાની વહુએ આ કામ સહર્ષ સ્વિકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો.એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી. એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા. આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારની પૂછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાંઝી ગયાં.
નાગકુમારો બાંડિયા-બુચિયા થઈ જતા છોકરા પર ગુસ્સો ભરાયા અને તેને કરડવા દોડ્યા. એટલામાં વહુ આવી ગઈને છોકરાને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ તેને દુ:ખ થયું. પણ નાના છોકરાને શું કહી શકાય? નાગ-નાગણીએ નાગ કુમારને શાંત પાડ્યા. પણ નાગકુમારોના મનમાં દાઝ હતી.
થોડા દિવસ પછી નાની બહુને સાસરીમાં વિદાય આપી. સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી જેઠાણીઓ તેના પર દાઝે બળવા લાગી. બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર દાઝે ભરાય હતા. આથે તેને કરડવા માટે તેના ઘરે આવી છૂપાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરામાં તેને ઠેસ આવતા તે બોલી ઊઠી કે ખમ્મા, મારા બાંડિયા બુચિયા વીરાને.
આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે. હજી પણ આપણને યાદ કરે છે. આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો. બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાગ્યો. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાંખી. આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું? તેમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો-ભેંસો વસાવી શકશો. પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા?
આ સાંભળી નાની વહુને ખૂબ દુ:ખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુ:ખની વાત કરી.
નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી. આથી તેઓ ખૂબ ખુશ થઈ.આખા ઘરમાં આનંદ છવાય ગયો. હે નાગ દેવતા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો.
Conclusion
Nag Pancham Vrat Vidhi and Vrat Katha: નાગપંચમી: જુદા જુદા ક્ષેત્રો મુજબ નાગપંચમીની કથાઓ અમે અહીં રજૂ કરી છે. નાગપંચમી કથાઓ સુખ સૌભાગ્ય આપનારી અને બધા દુ:ખ દુર કરનારી છે કોઈપણ કથાને પૂરી શ્રધ્ધાથી કહેવાથી કે સાંભળવાથી જ મનગમતું ફળ મળે છે. આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents