Ganga Swarup Economic Assistance Scheme: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના: મિત્રો આજે ગુજરાત સરકાર દ્વારા જે યોજના કાર્યરત છે કે જેનું નામ છે ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના જે આ યોજના છે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના ની અંદર મહિલાઓને વાર્ષિક 15000 રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે. મિત્રો આ યોજના વિશેની આપણે અગત્યની માહિતી આ લેખની અંદર જાણીશું. અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળવા પાત્ર છે અને આ યોજનામાં કઈ રીતે અરજી કરવી તે વિશે જાણકારી મેળવીએ.
ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના નો હેતુ
ગંગા સ્વરૂપા મહિલાઓને સામાજિક માનસિકતામાં પરિવર્તન લાવવા તથા લગ્ન કરવા ઇચ્છુક ગંગા સ્વરૂપા બહેનોને સમાજના સાંપ્રત પ્રવાહમાં પુનઃ સ્થાપિત કરવા આ યોજના અમલમાં મુકવામાં આવી છે.
ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની અગત્યની માહિતી
લક્ષણ | વર્ણન |
---|---|
દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે | ગુજરાત સરકાર |
લક્ષિત લાભાર્થીઓ | ગુજરાતમાં વિધવાઓ |
ઉદ્દેશ્ય | નાણાકીય સહાય અને મહિલાઓની આર્થિક સશક્તિકરણ |
નાણાંકીય લાભ | દર મહિને ₹1,250 |
વધારાના લાભો | લોન પર સબસિડી, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો |
પાત્રતા માપદંડ | ગુજરાતના રહેવાસીઓ, 18-60 વર્ષની વચ્ચેની વિધવાઓ |
અરજી પ્રક્રિયા | ગુજરાત સરકારના પોર્ટલ દ્વારા ઓનલાઈન |
દસ્તાવેજીકરણ જરૂરી | વિધવા હોવાનો પુરાવો, રહેઠાણનો પુરાવો, ઓળખનો પુરાવો, બેંક વિગતો |
મળવાપાત્ર લાભો । Ganga Swarup Economic Assistance Scheme
ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત લાભાર્થીના બચત ખાતામાં જિલ્લા કક્ષાએ DBT મારફતે 25,000 તથા 25,000 ની રાષ્ટ્રીય બચત પત્રો (NSC) આપશે. આમ, કુલ 50,000 ની આર્થિક સહાય આપવામાં આવશે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાને લઇ સરકારે કર્યો મહત્વનો નિર્ણય,
- વિધવા પેન્શન માટે 50 વર્ષની ઉંમર પછી પુન:લગ્નનું પ્રમાણપત્ર રજૂ કરવું નહીં પડે
- દર વર્ષે જુલાઇમાં પ્રમાણપત્ર આપવું પડતું હતું, રજૂઆત બાદ નિર્ણય લેવાયો
- 15 લાખ લાભાર્થીઓને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ સહાય મળે છે
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિધવા માતા -બહેનો માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ દર મહિને પેન્શન આપવામાં આવે છે. જે માટે વિધવા માતા-બહેનોએ ફરીથી લગ્ન નથી કર્યા તેવું પ્રમાણપત્ર આપવું પડે છે. આ પ્રમાણપત્ર માટે સરકારી કચેરીઓમાં જવું પડતુ હોઇ રાજ્ય સરકાર દ્વારા 50 વર્ષથી વધુની વય ધરાવતા વિધવા માત-બહેનોને આ પ્રમાણપત્ર લેવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકારના પરિપત્રના એકાદ સપ્તાહમાં રાજ્યના સમાજિક ન્યાય અને કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાશે. જે બાદ વિધવા મહિલાઓને હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે નહી. હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓને માસિક રૂ. 1250નું પેન્શન દર મહિને તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે.
ગુજરાત રાજ્યમાં આ યોજનાનો લાભ 15,66,204 મહિલાઓને મળે છે. અને દર મહિને આશરે 205 કરોડ જેટલી રકમ ચુકવવામાં આવે છે. આ યોજનાનો લાભ એક વખત મળી ગયા પછી દર મહિને તેમના ખાતામાં રકમ જમા કરવામાં આવે છે. આ રકમ એક વર્ષ સુધી જે બાદ લાભાર્થીઓએ પુનલગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. આ પ્રમાણપત્ર દરવર્ષે જુલાઇ મહિનામાં રજૂ કરવાનું હોય છે.
જીલ્લાઓમાંથી લાભાર્થીઓની સંખ્યા
- અમદાવાદ – 1,40,867
- સુરત – 1,00,441
- વડોદરા – 99,439
- આણંદ – 81,677
- ખેડા – 80,521
આ પણ વાંચો, Sabarkantha Recruitment: 10 પાસ ઉમેદવાર માટે નોકરીની સુવર્ણ તક, છેલ્લી તારીખ: 21-08-2024
રાજ્ય સરકારનું માનવું છે કે સામાન્યરીતે 50 વર્ષ પછી મોટાભાગની મહિલાઓ પુન:લગ્ન કરતી નથી. પચાસથી વધુ વર્ષની આયુ ધરાવતી મહિલાઓને પુન:લગ્ન કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે ધક્કા ખાવા પડે નહીં તેટલા માટે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગે પુન:લગ્ન કરવાના પ્રમાણપત્ર મેળવવામાંથી મુકિત આપવાનો નિર્ણય લીધો છે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના લાભ
આ યોજન ની અંદર કઈ રીતે આર્થિક સહાય અને લાભ મળે તે મુજબ દર્શાવેલ છે.
- આ યોજનાની અંતર્ગત દર મહિને ₹1250 ની સહાય મહિલાને આપવામાં આવશે.
- વાર્ષિક ₹15,000 સુધીની સહાય આપવામાં આવે છે.
- દર મહિને મહિલાના ખાતાની અંદર 1,250 જમા કરાવવામાં આવશે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના પાત્રતા
આ યોજનાની અંદર લાભ એવી મહિલાઓ કે જે ગુજરાત રાજ્યની કે જે નિરાધાર વિધવા મહિલાઓ છે તે તમામ મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાની અંદર લાભ લેવા માટે મહિલાઓની ઉંમર નક્કી કરવામાં આવેલી છે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
- મહિલા ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જરૂરી છે.
- મહિલા જો ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી હોય તો તેમના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા એક લાખની 20000 થી વધુ હોવી જોઈએ નહીં.
- જો શહેરી વિસ્તારની અંદર રહેતા હોય તો કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 150000 થી વધુ હોવી જોઈએ નહીં.
- ઉપર દર્શાવેલ વાર્ષિક આવકથી બધું આવક ધરાવતા મહિલાને યોજનામાં લાભ મળવા પાત્ર રહેશે નહીં.
અરજી અને ડોક્યુમેન્ટ
ગંગા સ્વરૂપમાં સહાય યોજના ની અંદર અરજી ફોર્મ તમારે ઓફલાઈન ભરવાનું રહેશે. મહિલાએ પોતાના ગામમાં જે ગ્રામ પંચાયત આવેલી છે તેમાં જઈ અને વીસીઈ ઓપરેટર જોડેથી ઓફલાઈન ફોર્મ ભરાવી શકે છે અથવા તાલુકા માં મામલતદાર શ્રી ની કચેરીમાં થી પણ ફોર્મ ભરાવી શકે છે. યોજનાની અંદર અરજી કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.
- આવક ના દાખલાની નકલ
- રહેઠાણના પુરાવા માટેનું કોઈપણ એક ડોક્યુમેન્ટ
- ઉમરના પુરાવા માટેનું ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ ની નકલ
- રેશનકાર્ડ ની નકલ
- બેંક ખાતાની પાસબુક અથવા તો કેન્સલ ચેક ની નકલ
- પુના લગ્ન નથી કરેલ તે અંગેનું પ્રમાણપત્ર
- પતિના મરણ નો દાખલો
વિધવા સહાય માટે જરૂરી પેઢીનામાં માટે જરૂરી પુરાવા
- અરજદારનું રેશનકાર્ડ
- પેઢીનામાં અંગેની અરજી રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે
- અરજદારના પતિનું મરણ નો દાખલો.
- અરજદારનું આધારકાર્ડ અને વોટીંગ કાર્ડ
- અરજદારનું લાઇટબીલ/વેરાબીલ ની ખરીનકલ.
- અરજદારના પાસપોર્ટ સાઈઝના 2 ફોટા
- ૩ પુખ્તવયના સાક્ષીના આધારકાર્ડ ની ખરી નકલ અને 2-2 પાસપોર્ટ સાઈઝ ના ફોટા.
વિધવા સહાય માટે જરૂરી તલાટીશ્રી પાસેથી મેળવવાનું પુનઃલગ્ન કરેલ નથી નું પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા
- અરજદાર અને તેના પિતાનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
- પુનઃલગ્ન કરેલ નથી તે અંગેની અરજી રૂ.૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે.
- અરજદારના પતિનો મરણનો દાખલો
- અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ
- અરજદારનું લાઇટબીલ/વેરાબીલ
- અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો
- 2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા
અરજી પ્રક્રિયા શું છે?
- ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના ની અરજી ડિજિટલ ગુજરાત વેબસાઈટ પર ઓનલાઇન કરવાની રહેશે.
- અરજી ફોર્મ ભરીને સબંધિત મહિલા અને બાળ અધિકારીની કચેરીએ જમાં કરાવવાનું રહેશે.
ફોર્મ ક્યાં ભરી શકશે?
- તમારા ગામમાં આવેલ પંચાયત ખાતે VCE મારફત અરજી કરી શકાશે.
- ગ્રામ પંચાયત ખાતે અરજી કરવા માટે તમારે કુલ 20 રૂપિયા ફી જમા કરાવવાની રહેશે અથવા લાભાર્થી જાતે પણ ઓનલાઇન અરજી કરી શકશે.
- અથવા સાયબર કાફે પર જઈને પણ અરજી કરી શકશો.
ખાસનોંધ
- અરજદારના પતિના વારસદારો દર્શાવતું પેઢીનામું અને પુનઃલગ્ન કરેલ નથી નું સોગંધનામું/એફિડેવિટ બંને એક સાથે રૂ.૫૦ના સ્ટેમ્પ પર કરાવવું.
- દરેક પુરાવાઓની ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી/સિક્કા મરાવવા. તથા ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.
- અરજદારે પેઢીનામાં, પુનઃલગ્નના પ્રમાણપત્ર માટે કચેરીએ રૂબરૂ જવું.
ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
1. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે કોણ પાત્ર છે?
- આ યોજના વિધવા મહિલાઓ માટે ઉપલબ્ધ છે જેઓ ગુજરાતની રહેવાસી છે.
- લાભાર્થીઓની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- જે મહિલાઓએ પુનર્લગ્ન કર્યા છે તેઓ આ યોજના માટે પાત્ર નથી.
2. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ કયા લાભો આપવામાં આવે છે?
- લાભાર્થીઓને ₹1,250નું માસિક પેન્શન મળે છે.
- પેન્શન દર મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
3. અરજી કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર છે?
- રહેઠાણનો પુરાવો (નિવાસ પ્રમાણપત્ર).
- આવકનો પુરાવો (આવકનું પ્રમાણપત્ર).
- પતિનું મૃત્યુ પ્રમાણપત્ર.
- ઉંમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર, શાળા પ્રમાણપત્ર, અથવા સરકાર દ્વારા જારી કરાયેલ કોઈપણ ID).
- જો ઉપલબ્ધ હોય તો શૈક્ષણિક પ્રમાણપત્રો.
4. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે કેવી રીતે અરજી કરી શકાય?
- ગ્રામીણ વિસ્તારોમાં, વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) દ્વારા અરજીઓ સબમિટ કરી શકાય છે.
- શહેરી વિસ્તારોમાં સ્થાનિક મામલતદાર કચેરી ખાતે અરજીઓ સબમિટ કરી શકાશે.
- અરજી પ્રક્રિયામાં એક ફોર્મ ભરવા અને જરૂરી દસ્તાવેજો સામાજિક સુરક્ષા કચેરીમાં મંજૂરી માટે સબમિટ કરવાનો સમાવેશ થાય છે.
5. આવકની પાત્રતાના માપદંડ શું છે?
- પાત્રતા માટેની વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારો માટે ₹120,000 અને શહેરી વિસ્તારો માટે ₹150,000 છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને Ganga Swarup Economic Assistance Scheme: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Table of Contents